મહાત્મા ગાંધી ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા
ચંદલા, દાહોદ
Mahatma Gandhi UB Ashramshala, Chandla | Default

મુખ્ય પાનું

આચાર્યનો સંદેશ

શાળામાં શિક્ષકો પટાવાળા તથા રસોઇયા તથા મદદનીશ રસોઇયા તેમજ કુમારો, કન્યાઓ અને વાલીઓમાં તથા મેનેજમેન્ટ તરકી સારુ, સુંદર હુકાળુ પ્રેમાળ વાતાવરણ રાખે છે.

આચાર્ય સાહેબના મતાનુંસાર શાળાએ વિદ્યામંદિર છે જ પણ આજના આધુનિક સમયના વિદ્યાર્થીઓના સંસ્કારનું સિંચન શાળાના વર્ગખંડોમાં શિક્ષકના હાથમાં જ રહેલુ છે.

આચાર્ય સાહેબનો એ સંદેશ છે કે વિદ્યાર્થીઓમાં અપાર સુષુપ્ત શક્તિઓ વ્યક્તિ છે. તો જેને બહાર લાવવા માટે સહઅભ્યાસ પ્રવૃત્તિઓ જેવી કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નિંબધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, રમત-ગમત, દોડ, ઉંચીકૂદ,લંબીકૂદ, બરછીફેક, ગોળાફેક જેવી સ્પર્ધાઓને લીધે વિદ્યાર્થીઓને સમાજ આગળ એક સ્ટેજ પુરૂ પાડે છે જે વિદ્યાર્થીઓ ભવિષ્ય માટે ઉપયોગી બને છે જે વિદ્યાર્થીઓ એક માનસિક હિંમત કેળવે છે.

આજના આધુનિક વૈજ્ઞાનિક અભિગમ દ્વારા ચાલતુ શિક્ષણની રહે બદલાયેલી છે શિક્ષણ દ્વિગુની પ્રક્રિયાની જગ્યાએ શિક્ષણ ચતુષ્કોણ દ્રષ્ટિનો બનેલો છે. શિક્ષકા એ વિદ્યાર્થીઓ, શિક્ષક, અને સરકાર અને વાલીઓ ચાર અંગોનો સુમેળ પ્રયોગથી જ શિક્ષણ અસરકારક બનાવી શકાય છે.

આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં શૈક્ષણિક સાધનો, કોમ્પ્યુટર, જેવા સાધનો ને ઉપયોગ કરી વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરથી માહિતગાર થવો જોઇએ.

આચાર્ય સાહેબનો સંદેશ છે કે વિદ્યાર્થીઓ ભારતની સાંસ્કૃતિને જાળવવા માટે જુદા-જુદા તહેવારની ઉજવણી સમાજ અને સંસ્કૃતિ ન ભુલે, આપણા નેતાઓનું નેતૃત્વ તથા શહીદોની શહીદી ને ભૂલે અને ભારતની સંસ્કૃતિનો વારસો જાળવી રાખે તે ભારતના ભારલીયોની ફરજ છે.


   

મુખ્ય પાનું | પ્રવૃત્તિઓ | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.mahatmagandhiuubachandla.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 11,912